મોરબી : સુરેન્દ્રનગરની ધન્ય ધરામાં એક વર્ષ પૂર્વે એટલે કે ગત તારીખ 26/1/2024ના રોજ વૈરાગ્યભીના કુમારી વૈશાલીબેન તથા કુમારી સલોનીબેને સંયમ માર્ગે પ્રયાણ કર્યું હતું. જેને આજે એક વર્ષ પૂર્ણ થતા શ્રી સમસ્ત ગોપાલ સંપ્રદાયે બંને મુમુક્ષોને શુભેચ્છા પાઠવી છે. પ .પુ. વીરયશાજી મહાસતીજી અને પ.પુ. શ્રીયશાજી મહાસતીજી સંયમ માર્ગને સુંદર રીતે શોભાવી રહ્યા છે. અને સમસ્ત ગોપાલ સંપ્રદાય અને ગુરુકુલને દીપાવ્યું છે. આગામી સમયમાં હજુ પણ દીર્ઘકાળ સુધી સંયમ એવમ આત્મમસ્તીને માણતા ગુણરત્ના બની રહે એવી શુભેચ્છા સમસ્ત ગોપાલ સંપ્રદાયે પાઠવી છે.