માળિયા (મિયાણા) : આજ રોજ પ્રજાસત્તાક પર્વ પ્રસંગે સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજા (મોટાબાપુ)ના સ્મરણાર્થે વવાણીયા શાળામાં સ્મૃતિ શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વવાણીયા સમગ્ર શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરીને હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.