ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, મહાનુભાવોના સન્માન પણ થયા : સમગ્ર જિલ્લો તિરંગાના રંગે રંગાયોમોરબી : મોરબી જિલ્લાની શાળા-કોલેજો, વિવિધ સંસ્થાઓ અને સોસાયટીઓમાં પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સાથે મહાનુભાવોના સન્માન કાર્યક્રમ પણ થયા હતા. આમ આજે સમગ્ર જિલ્લો તિરંગાના રંગે રંગાયો હતો.મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી .આ સમારંભમાં કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાના આમંત્રણને મુખ્ય અતિથિ તરીકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ગૌસેવક વેલજીભાઈ ઉઘરેજા (બોસ ગ્રુપ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વેલજીભાઈ ની સમાજસેવા અને ગૌસેવા ને બિરદાવતા સંસ્થા દ્વારા તેમનું સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે તેમના દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું .વિધાર્થીઓએ દેશભક્તિ ને લગતા વક્તવ્યો, નાટકો અને ગીતો રસપ્રદ અને છટાદાર શૈલીમાં રજુ કર્યા હતા. CA-FOUNDATION તથા CA-INTER જેવી કારકિર્દીલક્ષી પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિધાર્થીઓ, વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ અને કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય કહી શકાય તેવા વિષય ACCOUNTANCY (નામા પધ્ધતિ) માં યુનિવર્સીટીકક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.__________________________________મોરબીની રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો મોરબી : રોટરીગ્રામ (અ.) પ્રથમિક શાળામાં આજરોજ 76માં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલી દીકરી રીનાબેન શામજીભાઈ પાંચોટિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગ્રામ પંચાયત સાથે સંકલન કરી સાંસ્કૃતિક કાર્યક્રમની બે કૃતિ વિદ્યાર્થીઓએ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું અમરનગર ગ્રામ પંચાયત દ્વારા સન્માનપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરપંચ તથા ગ્રામના વાલીઓ, એસ એમ સી સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. ગામના રવિભાઈ છત્રોલા, બેચરબાપા તરફથી વિવિધ પ્રકારના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.ભાનુબેન નરભેરામભાઈ કોરડીયાની પુણ્યતિથિ નિમિત્તે યદુનંદન ગૌ શાળાની મુલાકાત લઈ વડીલોને સવારનો નાસ્તો કરાવ્યો અને ગાયોને લીલું ઘાસનું દાન આપ્યું હતું. દાતાઓ તરફથી દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા અને શાળા પરિવારે તમામ લોકોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.__________________________________મોરબીની શોભાકુંજ સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમોરબી : દર વખતની જેમ આ વખતે પણ મોરબીની શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ વખતે પણ દેશના ભવિષ્ય એવા નાના બાળકોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ બધા લોકો શાંતિના પ્રતિક એવા સફેદ કલરના વસ્ત્ર પહેરી રાષ્ટ્રધ્વજને સલામી આપી તથા બાળકોએ વિવિધ વેશભુષા ધારણ કરી આ ઉજવણીમા ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાના ભૂલકાઓ તથા મહિલાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. અંતમાં વડિલ તથા નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ દલસાણીયા દ્વારા 26 જાન્યુઆરીના ઇતિહાસ વિષે જાણકારી આપતી સ્પીચ આપવામાં આવી હતી અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઇ તેમજ અન્ય દેશભક્તિના ગીતો રજુ કરાયા હતા. કાર્યક્રમના અંતે પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી.__________________________________મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં ગણતંત્ર દિવસની ઉજવણી મોરબી : સાર્થક વિદ્યામંદિર ખાતે આજે 26 જાન્યુઆરીના દિવસે 76માં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ પર્વની ઉજવણીમાં નોંધનીય બાબત એ છે કે શાળામાં સહાયક વ્યક્તિઓ એટલે કે સફાઈ કર્મચારી અને શાળાના સિક્યુરિટી દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ રાષ્ટ્રયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.__________________________________મોરબીના પેંગ્વિન સીરામીક ખાતે ધ્વજવંદન કરાયુંમોરબી : આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોરબીના પેંગ્વિન સીરામીક ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કંપનીના માલિક સુરેશભાઈ સરડવા, હિંમતભાઈ સરડવા તથા કંપનીનો સ્ટાફ મળી કુલ 50થી વધુ લોકો હાજર રહ્યા હતા.__________________________________માળિયા(મી.)ના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાનો સયુંકત રીતે પ્રજાસતાક દિન ઉજવાયોમાળીયા(મી.) : ખાખરેચી ગામે ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રા.શાળા અને કન્યા પ્રા.શાળાના સયુંકત ઉપક્રમે 76મા પ્રજાસતાક દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે ખાખરેચી ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ આઝાદી અપાવનાર શહીદો અને સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનમૂલ્યોની વાત કરી હતી. અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ ભારતીય બંધારણ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે તે સમગ્ર ભારતવાસીઓનું ગૌરવ છે. અને ઇનામ વિતરણના દાતા અને અન્ય દાતાઓને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓએ શહીદ ભગતસિંહ અને બેટી બચાવો, બેટી પઢાવો પર પોતાના વિચારો રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય, એકપાત્રિય અભિનયો અને પિરામિડ જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં યોજાયેલ સહભ્યાસિક પ્રવુતિમાં વક્તૃત્વ સ્પર્ધા, શિક્ષક દિન, મહેંદી સ્પર્ધા, નવરાત્રી ઉત્સવ જેવી જુદી જુદી સ્પર્ધામા પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તથા પ્રાથમિક શાળામાં જ્ઞાનસેતુ અને વાર્તા લેખનમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને દાતા સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા દ્વારા...