વિવિધ સ્પર્ધામાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા માટે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લા કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફૂટબોલ U-14 ભાઈઓની સ્પર્ધામાં વિજેતા થઈને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ત્યારે આગામી સમયમાં આ વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. U-17 ફૂટબોલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આ સાથે જ ખેલ મહાકુંભમાં આયોજિત ફૂટબોલ U-17ભાઈઓની સ્પર્ધામાં વિજેતા થઈને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીઓ આગામી સમયમાં આ વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડ સ્પર્ધામાં અનેરી સિદ્ધિ આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડ સ્પર્ધામાં દર વર્ષે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના મહત્તમ બાળકો ભાગ લે છે. અને સારા મેરીટ સાથે મોરબી ડિસ્ટ્રીક્ટ ઝોન લેવલ સુધી આગળ વધે છે. ત્યારે આ વર્ષે મોટાભાગના વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલમ્પિયાડ સ્પર્ધામાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાંથી કુલ 22 વિદ્યાર્થીઓ લેવલ 2ની પરીક્ષા માટે અંગ્રેજીમાં 4, ગણિતમાં 9 અને વિજ્ઞાનમાં 9 બાળકો પસંદગી પામ્યા છે. તેઓ ફેબ્રુઆરીમાં લેવલ-2ની પરીક્ષા આપશે. હાલ આ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી માતા-પિતા અને શાળાનું નામ રોશન કર્યું છે. ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી પ્રગતિ કરે તે બદલ વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સીપાલ તથા શિક્ષકગણ તરફથી અભિનંદન પાઠવવામાં અઆવી રહ્યા છે.