મોરબી : માળીયા મિયાણા - કચ્છ હાઇવે ઉપર સત્કાર હોટલ નજીક જીજે - 03 - બીવાય - 0003 નંબરના ટ્રક ચાલકે જીજે - 39 - સીએ - 5355 નંબરની કાર લઈને જઈ રહેલા ફરિયાદી કુણાલભાઈ કમલેશભાઈ સીંદલ ઉ.34 રહે.ગાંધીધામ વાળાની કારને પાછળથી ઠોકર મારી ઇજાઓ પહોંચાડી કારમાં નુકશાન કરતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.