મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં 25 જાન્યુઆરીથી પાંચ દિવસ રાત્રિ દરમિયાન 12 થી 14 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.આજે 25 અને આવતીકાલે 26 જાન્યુઆરીએ રાત્રિ દરમિયાન 12 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે 27 જાન્યુઆરીએ 13 ડિગ્રી અને 28 અને 29 જાન્યુઆરીના રોજ 14 ડિગ્રી તાપમાન રહેશે. પાંચ દિવસ સુધી સુકું, ઠંડુ અને ચોખ્ખું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.