છતર જીઆઇડીસી અને લજાઈ જીઆઇડીસી વિસ્તારમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહીટંકારા : ટંકારા તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવી લજાઈ નજીક આવેલ જીઆઇડીસીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા ટંકારા પોલીસ દોડતી થઈ છે અને છતર તેમજ લજાઈ જીઆઇડીસીમાં જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરા નહિ લગાવનાર તેમજ શ્રમિકોની નોંધ નહિ રાખનાર ચાર ઉદ્યોગકારો અને ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.ટંકારા પોલીસે એસએમસીમાં દરોડા બાદ જીઆઇડીસી વિસ્તારમાં સઘન ચેકીંગ શરૂ કરી ગઈકાલે લજાઈ જીઆઇડીસીમાં જ્યાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો તેવા સંકલ્પ ગોડાઉન સામે ગોડાઉન ધરાવતા અનિલભાઈ મોરભાઈ પરમાર તેમજ સુરેશભાઈ મોરભાઈ પરમાર રહે.બન્ને છોટાલાલ પમ્પ સામે મોરબી વાળાઓ વિરુદ્ધ ગોડાઉનમાં સીસીટીવી નહિ રાખવા બદલ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.જ્યારે છતર જીઆઇડીસીમા ડી.પી.ઇમિટેશન નામનું કારખાનું ધરાવતા દશરથભાઈ પરસોત્તમભાઈ વૈષ્ણવ રહે.રાજકોટ વાળાએ પણ પોતાના કારખાનામાં સીસીટીવી રાખ્યા ન હોય જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છતર જીઆઇડીસીમાં આવેલ ડીલકસ આઈસ્ક્રીમના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખી એસ્યોર મોરબી એપમાં નોંધ નહિ કરનાર કૈઝારભાઈ હાતીમભાઈ હથિયારી રહે.રાજકોટ વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.