મોરબી : મોરબી શહેર પેટા વિભાગ -2 હેઠળ આવતીકાલે તા.26ને રવિવારના રોજ અમુક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે. જેમાં ચિત્રકૂટ ફીડરમાં આવતા નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 10થી બપોરે 3:30 વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.