મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 25 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, અજમો, સુવાદાણા, અડદ, ચણા, સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 856 ક્વિન્ટલ એટલે કે 4280 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતીમણના સૌથી ઉંચા ₹1500 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 76 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 668, તલના 2120, જીણી મગફળીના પ્રતિમણ 1139, જીરુંના 4220, અજમાના 2700, સુવાદાણાના 1498, અડદના 1497, ચણાના 1128 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 450 રૂપિયા ભાવ ખેડૂતોને ઉપજ્યા છે.