ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - પડધરી રોડ ઉપર જેનેક્ષ કારખાના પાસે જીજે - 32 - ટી - 3312 નંબરના ટ્રક ચાલકે ફરિયાદી માનસિંહ પરખાભાઈ આશલ ઉ.37 રહે.હાલ સાકેત પોલીપેક, નેકનામ મૂળ રહે.ખરડોલ, બનાસકાંઠા વાળાને હડફેટે લઈ હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી ટ્રક રેઢો મૂકી નાસી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.