ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આગામી તા.2 અને 3 ફેબ્રુઆરીના રોજ રામજી મંદિરના 100 વર્ષ પુરા થતા શતાબ્દી મહોત્સવ તથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાત કુંડી યજ્ઞ શોભાયાત્રા તથા ગામ ધુમાડા બંધ જમણવારનુ આયોજન ગામ સમસ્ત કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.