મોરબી : તારીખ 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. 26મી જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે મોરબી મહાનગરપાલિકા કચેરીના ટાઉન હોલ પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં કમિશનર સ્વપ્નિલ ખરે (IAS)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. તો આ પ્રસંગે સૌને ઉપસ્થિત રહેવા મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજયકુમાર સોની અને કુલદિપસિંહ વાળા (GAS) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.