રાત્રીના યોજાનાર સંતવાણીના કાર્યક્રમમાં જીતુ દાદ ગઢવી અને નારણભાઈ ઠાકર હાજર રહેશેહળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે શ્રી શક્તિ માતાજી મંદિર જીર્ણોધ્ધાર અને પૂનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ દેવી ભાગવત કથાનુ આયોજન કરવામાં આવ્યું છે.ત્રણ દિવસ સુધી યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયું છે. જ્યારે શ્રીમદ્દેવી ભાગવત કથાનો આજે ચોથો દિવસ છે.આજે રાત્રે સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. રણમલપુરમાં ચાલતી શ્રીમદ્દ ભાગવત કથામાં વક્તા શ્રી વેદાંતચાર્ય ડૉ.દિલીપજી વ્યાસ દ્વારા સવારે 8:30 થી 12:00 વાગ્યા સુધી અને બપોરે 2:30 થી 5:30 સુધી પોતાની શું મધુર શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે.તેની સાથે સાથે દેવી ભાગવત કથામાં આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો પણ ઉજવાઈ રહ્યા છે. આજે તારીખ 24-1-2025 ને શુક્રવારના રોજ રાત્રિના સંતવાણીનું આયોજન કરાયું છે.જેમાં જીતુ દાદ ગઢવી અને નારણભાઈ ઠાકર હાજર રહેશે.આ કાર્યક્રમમાં પધારવા સૌ ધર્મ પ્રેમી જનતાને રમણપુર ગામ સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આજે 24 જાન્યુઆરીના રોજ રાત્રિના યોજનાર સંતવાણીના કાર્યક્રમમાં રાજભા ગઢવી (ગીર)હાજર રહેવાના હતા પરંતુ પારિવારિક કારણોસર રાજભા ગઢવી હાજરી નહીં આપી શકે તેવું આયોજક મિત્રોએ જણાવ્યું છે.