મોરબી : ભારતના 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે 26-1-2025ને રવિવારના રોજ સવારે 9 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ મોરબી ખાતે શહેર કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સવારે 9 કલાકે મોરબીના નાયબ કલેક્ટર ઉમંગ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં કરવામાં આવશે. 9:10 કલાકે નાયબ કલેક્ટર દ્વારા પ્લાન્ટુ નિરીક્ષણ કરવામાં આવશે. 9:20 કલાકે નાયબ કલેક્ટર પ્રાસંગિક ઉદબોધન કરશે.10 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ, અને 10:10 વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવશે.