મોરબી : માળીયા (મી.)તાલુકાની સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ્ટ હોય જે પૂરી કરવા તાલુકા કોંગ્રેસ સમિતિએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યા મુજબ માળીયા (મી.) તાલુકાની શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે. ગરીબ પરિવારના લોકો પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં અભ્યાસ અર્થે મોકલે છે. પરંતુ સ્કૂલોમાં જો શિક્ષકો જ ન હોય તો સાક્ષરતા કેવી રીતે લાવી શકાય. ત્યારે માળીયા (મી.) તાલુકાને શિક્ષણ ક્ષેત્રમાં આગળ લાવવા જે-જે ગામડાઓમાં શિક્ષકોની ઘટ છે તેવા તમામ ગામોમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા ઘટતી કાર્યવાહી કરવા આવેદનના અંતમાં જણાવાયું છે.