લોગોમાં મોરબીની ઓળખ સમાં નગર દરવાજા, ઘડિયાળ અને ટાઇલ્સના સિમ્બોલનો સમાવેશ : કુલ 350 જેટલી ડિઝાઈનો મળી હતી, લોગો પસંદ કરવામાં મહાપાલિકાની ટીમની પણ અગ્નિ પરીક્ષા થઈhttps://youtube.com/shorts/VRKlAcoUpLc?feature=shareમોરબી : મોરબી મહાપાલિકાએ નવો લોગો જાહેર કરવા માટે લોગો સ્પર્ધા યોજી હતી. જેમાં 350 જેટલા લોગોની ડિઝાઇન મળ્યા બાદ તેમાંથી અંતે એક ડિઝાઇન મહાપાલિકાએ પસંદ કરી તેને લોગો જાહેર કર્યો છે.મોરબી મહાનગરપાલિકાએ તાજેતરમાં લોગો સ્પર્ધાનું એલાન કર્યું હતું. જેમાં મહાપાલિકાના લોગોની ડિઝાઇન લોકો પાસેથી મંગાવવામાં આવી હતી. આ સ્પર્ધાના વિજેતાને રૂ.21 હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ સ્પર્ધામાં 350 જેટલા લોગો આવ્યા હતા. તમામ લોગો સુંદર હોવાથી તેમાંથી એક લોગો પસંદ કરવામાં મહાપાલિકાની ટીમની પણ અગ્નિ પરીક્ષા થઈ હતી. અંતે મહાપાલિકાએ લોગો જાહેર કરી દીધો છે. આ લોગોમાં નગરદરવાજા, ઘડિયાળ અને ટાઇલ્સના સિમ્બોલનો પણ સમાવેશ કરાયેલો છે. આ લોગો હવે મહાપાલિકાના તમામ દસ્તાવેજમાં તથા કચેરીઓમાં ઉપયોગમાં લેવાશે.