અશોકભાઈ કાથરાણીએ પોતાની શક્ત શનાળા ખાતેની જમીન ડો. હેડગેવાર સ્મારક સમિતિને અર્પણ કરીમોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ટ્રસ્ટ તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ, સમાજ સેવા માટે સતત કાર્યશીલ છે. ત્યારે સંઘના આ સેવા કાર્યથી પ્રેરાઈને મોરબીના અગ્રણી, લોહાણા સમાજના આગેવાન ઉદ્યોગપતિ અશોકભાઈ કાથરાણી દ્વારા ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને ભૂમિદાન કરવામાં આવ્યું છે. કેવિન અશોકભાઈ કાથરાણી પોતાની માલિકીની જમીન મોરબીમાં ધરાવે છે, શક્ત શનાળા ગામના સર્વે નંબરમાં અંદાજે 8800 ચો.ફૂટ જમીન ધરાવે છે. આ જમીન જેની અંદાજિત આજની બજાર કિંમત મુજબ 1.5 કરોડ જેવી થાય તેની પરવા કર્યા વિના આ જમીન ડો.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને સમાજ સેવા કાર્યની પ્રવૃતિઓ માટે આપવાનો નિર્ણય કર્યો છે.તેમના નિર્ણય મુજબ આ જમીન કેવિનભાઈ અશોકભાઈ કાથરાણી એ ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને બક્ષિસ દસ્તાવેજ ટ્રસ્ટના નામનો કરી આપેલ છે. સેવા ભારતીના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ ખાતે દત્તાત્રેયજી હોસબોલેના વરદ હસ્તે તેમનું તથા પરિવારનું શિલ્ડ થતા શાલ આપીને યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું.