હળવદ : હાલ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ત્યારે હાલમાં એ વન બેડમિન્ટન એકેડેમી, મોરબીમાં ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરાયું હતું. જેમાં જેટકો માનસર (હળવદ) 400 કેવી સબ સ્ટેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉદયકુમાર જે.આદેશરાએ 40+ કેટેગરીની બેડમિન્ટન રમતમાં જિલ્લા કક્ષાએ ડબલ્સમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને સુરેન્દ્રનગર સર્કલ ઓફિસ- જેટકોનું ગૌરવ વધાર્યું છે.