વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસ્થ ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડ 1 થી 7મા તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખશે.વાંકાનેર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયાના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પ્રભારી દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું છે કે, વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા રાખશે અને કોંગ્રેસને મજબૂત બનાવી સુપર સીટ નગરપાલિકાના કારણો લોકો સમક્ષ મૂકશે. ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ પણ કરશે. તેથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા પક્ષ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. તમામ વોર્ડના કોંગ્રેસના કાર્યકરોને પ્રભારીનો સંપર્ક કરવા જણાવ્યું છે.