મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 24 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, બાજરો, મગફળી, અડદ, ચણા, સોયાબીન સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 1005 ક્વિન્ટલ એટલે કે 5005 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતીમણના સૌથી ઉંચા ₹1492 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 108 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 673, તલના 2130, જીણી મગફળીના પ્રતિમણ 1008, જીરુંના 4262, બાજરો 632, અડદના 1600, ચણાના 1165, સોયાબીનના ₹790 સુધીના ભાવ બોલાયા છે. આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 900 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ ખેડૂતોને ઉપજ્યા છે.