મોરબી : મોરબી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના મદદનીશ ચેરિટી કમિશનર પૃથ્વીરાજસિંહ બી જાડેજા દ્વારા મોરબી જિલ્લા તથા શહેરમાં નોંધાયેલા ટ્રસ્ટોના પડતર 35 ફેરફાર રિપોર્ટો પૈકી 27 ફેરફાર રિપોર્ટોનો ટ્રસ્ટના નિશાળ હિતમાં નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચેરીમાં નવા ટ્રસ્ટોની નોંધણી માટેની પડતર 7 અરજીઓમાંથી 4 અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. આમ, અત્રેની કચેરીમાં નોંધાયેલ ટ્રસ્ટના હિતમાં નિર્ણય લઈ નિકાલ ઝુંબેશને સફળ બનાવેલ છે.