મોરબી : મોરબીમાં ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે એટલે કે તારીખ 24-1-2025ને શુક્રવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રહેશે.જેમાં ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે, લેન્ઝ ઇન્ડ, સિલ્ક ઇન્ડ, વિવાનટા ઈન્ડ. તથા માંડલ ખેતીવાડી ફીડર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 09:00 થી સાંજે 4:00 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.