હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે શક્તિ માતાજી મંદિર જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે તારીખ 23 જાન્યુઆરી ને ગુરુવારે રાત્રે 9-30 કલાકે ચરમારિયા દાદાના મેદાન ખાતે પરિવારોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્નેહ, સમજણ અને સંવેદનાની અનુભૂતિ કરાવવા મોટીવેશનલ સ્પિકર મનીષભાઈ વઘાસિયા ખાસ ઉપસ્થિત રહેશે.