પોલીસે વાડીની ઓરડીમાંથી 191 બોટલ દારૂ અને 24 બિયર કબ્જે કર્યામોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી તાલુકા પોલીસે એક આરોપીને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 191 બોટલ તેમજ બિયરના 24 ટીન સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઈ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાં આરોપી અંકુર રમેશભાઈ ગણેશિયા રહે.ગણેશનગર, ટીંબડી વાળાએ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 191 બોટલ તેમજ 24 બિયરના ટીન મળી કુલ રૂપિયા 49,643ની કિંમતનો જથ્થો કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો હળવદ તાલુકાના રાણેકપર ગામના રાજુ ઉડેચા નામના શખ્સ પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.