મોરબી : ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યારે આ અવસરે મોરબીના લાલપર ગામે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે રામ રાત્રિ શાખા લાલપર દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રીરામની મહાઆરતીનો લ્હાવો લીધો હતો.