ટંકારા : લખધિરગઢ ગામ સમસ્ત દ્વારા શ્રી રામજી મંદિરના તા. 1-2-2025ને શનિવારથી તા. 3-2-2025ને સોમવાર એમ ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રામજી મંદિર ચોક, મુ. લખધીરગઢ, તા. ટંકારા ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શાસ્ત્રીશ્રી દિપક પંડ્યા પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય પદે બિરાજશે. જેમાં તાં 31-1-2025ને શુક્રવારના રોજ પ્રાયશ્ચિત વિધિ અને દેહ શુદ્ધિ, તા. 1-2-2025ને શનિવારના રોજ સવારે 8 કલાકે ગણપતિ પૂજન, પુન્યાહવાચન, માતૃકાપૂજન, આચાર્યદી બ્રાહ્મણપૂજન, જલયાત્રા, મંડપ પ્રવેશ, દેવતાસ્થાપન, અગ્નિસ્થાપન તેમજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં સંતવાણી સમ્રાટ શૈલેષ મહારાજ અને કોકિલકંઠી બિન્દુબેન રામાનુજ ભજનની રમઝટ બોલાવશે. તા. 2-2-2025ને રવિવારના રોજ સવારે 8 કલાકે દેવ પ્રબોધન વિધિ, સૂર્યાર્ધ સ્થાપિત દેવતાનું પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, પ્રસાદ વસ્તુ, શાંતિ પુષ્ટિ હોમ, પ્રધાન હોમ, સાયં પૂજન, આરતી વગેરે તેમજ સાંજે શોભાયાત્રા, નગરયાત્રા અને ધાન્યાનિવાસ તથા રાત્રે 9 કલાકે સુંદરકાંડ, તા. 3-2-2025ને સોમવારના રોજ સવારે 8 કલાકે દેવ પ્રબોધન વિધિ, સૂર્યાર્ધ સ્થાપિત દેવતાનું પ્રાતઃ પૂજન, સવારે 10:30 કલાકે દેવ સ્વપ્ન અભિષેક વિધિ, દેવન્યાસ વિધિ, દેવતાઓના સ્વરૂપનું નિજ મંદિર તરફ પ્રયાણ, બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ, વિજય મુહુર્તમાં પ્રાણ સ્ફુરણ ચૈતન્ય મંત્રોનું પઠન, ઉતરપૂજન, બલિદાન, શ્રીફળહોમ, મહાઆરતી, તેમજ 3:30 કલાકે પ્રતિષ્ઠા યજ્ઞની પુર્ણાહુતી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સંતશ્રીઓ, મહંતો, રાજકીય મહાનુભાવો, સહકારી અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, સેવાભાવીઓ, સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે.