મહાનગરપાલિકા દ્વારા 300થી વધુ બાકીદારોને નોટિસ અપાઈ હતી તેમ છતાં વેરો ન ભરનારાઓ સામે કાર્યવાહી શરૂ મોરબી : મોરબી મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરા બાકી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મિલકતોના વેરા બાકી હોઈ તેવી બે સિલ કરવામાં આવી છે. જેમાં લાતી પ્લોટમાં અને જેલ રોડ પર આવેલ ફકરી પાર્કની અંદર લોકમાન્ય ટાઈલ્સ વર્કની મિલકત સિલ કરવામાં આવી છે. સમગ્ર વિગત અનુસાર, મોરબી મહાનગર પાલિકા દ્વારા આજે મિલકત સિલ કરવાની કાર્યવાહી કરાઈ છે. જેમાં લાતી પ્લોટ તથા જેલ રોડ પર આવેલ ફકરિપાટમાં મિલકત સિલ કરવામાં આવી છે. જેમાં લાતી પ્લોટ પાર આવેલી મિલકતમાં 4 લાખથી વધારેનો વેરો બાકી હોવાથી મિલકત સિલ કરાઈ છે. જ્યારે ફકરી પાર્ક વિસ્તારની વેરાની 2.5 લાખ જેટલી રકમ બાકી હોવાથી આ મિલકત સિલ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગર પાલિકા દ્વારા 300 થી વધુ લોકોને જપ્તીની આખરી નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં પણ જે લોકોએ બાકી વેરાની રકમ ન ભરતા તેમની મિલકત સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મહાનગર પાલિકા દ્વારા 17 થી 18 ટકા વસુલાત પહોંચી છે. જે ઘણી ઓછી કહેવાય. વેરા વસુલાત ઘણી બાકી હોવાથી મ્યુનિસિપલ કમિશનર, ડે. મ્યુનિસિપલ કમિશનર આકરા પાણીએ થયા છે. અને મિલકત સિલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.