ગતરાત્રિના સર્જાયો અકસ્માત : મૃતક યુવાન પંચમહાલથી મજરી કરવા આવ્યો હતો હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામ પાસે અમર ચોકડી નજીક ગતરાત્રિના આઠેક વાગ્યાની આસપાસ બંધ પડેલા ટ્રેક્ટર પાછળ બાઈક ચાલક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત નિપજ્યું છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા રમેશભાઈ રવજીભાઈ પટેલની વાડીએ પંચમહાલ જિલ્લામાંથી મજૂરી કામ કરવા માટે આવેલ મનોજભાઈ દેવજીભાઈ નામનો 30 વર્ષીય યુવાન ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ શિવપુર થી માટેલ જવાના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શિવપુર નજીક આવેલ અમર ચોકડી પાસે બંધ પડેલા ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ને પગલે બાઈક ચાલક મનોજભાઈને ઈજાઓ પહોંચતા હળવદ સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા.જોકે ફરજ પરના તબીબોએ મૃત જાહેર પરિવારમાં સોક છવાયો છે.બીજી તરફ અકસ્માતના બનાવના પગલે પોલીસ દ્વારા હાલ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.