જિલ્લા કક્ષાની લોન ટેનિસ રમતમાં એક જ શાળામાંથી 10 નંબર મેળવી હળવદ તાલુકાનું ગૌરવ વધાર્યુંમોરબી : ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજ રોજ જીલ્લા કક્ષાની લોન ટેનિસ રમત ગ્રીનવેલી ઇન્ટરનેશલ સ્કૂલમાં યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાની સરકારી અને ખાનગી શાળા વિદ્યાર્થીઓએ અલગ-અલગ ઇવેન્ટમાં અને શિક્ષકોએ ઓપન એજ ગ્રુપમાં ભાગ લીધો હતો. જેમાં ધનાળા પે સે.ના વિદ્યાર્થીઓએ અંડર-11 અને અંડર-14માં ભાગ લીધો હતો. અને આ જ શાળાના શિક્ષક અને શિક્ષિકા બહેને ઓપન એજ ગ્રુપમાં ભાગ લીધો હતો. જે અંતર્ગત લોન ટેનિસ અંડર -11 ભાઈઓમાં રૂપાલા પલ જિલ્લા પ્રથમ નંબરે અને ઝીંઝુવાડિયા ધ્રુવએ જિલ્લામાં દ્વિતિય સ્થાન મેળવ્યું હતું. ત્યાર બાદ લોન ટેનિસ અંડર -14 ભાઈઓમાં સિંધવ સ્મિત જિલ્લામાં પ્રથમ, રબારી શિવા જિલ્લા દ્વિતિય અને ઝીંઝુવાડિયા રુદ્રરાજે જિલ્લામાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. આ સાથે લોન ટેનિસ અંડર -14 બહેનો ઝીંઝુવાડિયા માનવી જિલ્લામાં દ્વિતિય, અને લોન ટેનિસ ઓપન એજ ભાઈઓ ઇવેન્ટમાં રૂપાલા રાજેશભાઈ જિલ્લા પ્રથમ, સોલંકી રમેશભાઈ જિલ્લા દ્વિતિય અને વિરાપરીયા જતીનભાઈ જિલ્લામાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત લોન ટેનિસ ઓપન એજ બહેનોમાં રૂપાલા ચેતનાબેને જિલ્લામાં દ્વિતિય ક્રમાંક મેળવ્યો હતો. આમ લોન ટેનિસની રમત માં જિલ્લા કક્ષાએ એક જ શાળામાંથી 10 નંબર મેળવી હળવદ તાલુકાનો ડંકો વગાડ્યો હતો.