પ્રજાસતાક પર્વ પૂર્વે શહેરના તમામ સર્કલ નવા રંગરૂપ ધારણ કરશે : શહેરની શોભા વધારવા માટે મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહીમોરબી : નગર પાલિકામાંથી મહાનગર બનેલા મોરબીમાં સુવિધામાં વધારો કરવાની સાથે શહેરને સુંદર બનાવવા મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત શહેરમાં 19 પૈકી 14 સર્કલને આગામી 26 જાન્યુઆરી પહેલા રંગ રોગાન અને રીનોવેશન કરવામાં આવશે.મોરબી મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય સોની દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા મહત્વનો નિર્ણય લઈ શહેરમાં આવેલ તમામ સર્કલની મુલાકાત લેવામાં આવી હતી. હાલમાં મોરબીમાં કુલ 19 સર્કલ આવેલા છે જેમાં સો ઓરડી, બાપા સીતારામ ચોક સહિતના ચારેક સર્કલોમા ખાલી થાંભલા જ ઉભેલા હોય બાકીના મહાનગર પાલિકા હસ્તકના 14 સર્કલોને રંગરોગાન કરવાની સાથે રીનોવેશન કરવામાં આવશે.વધુમા મહાનગર પાલિકાના સતાવાર સૂત્રોએ ઉમેર્યું હતું કે, મોરબી કોર્પોરેશન દ્વારા આગામી 26 જાન્યુઆરી પહેલા જ આ તમામ સર્કલોને રંગરોગાન અને જરૂરી રીપેરીંગ સહિતનું રીનોવેશન કાર્ય પૂર્ણ કરી લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આમ, મોરબી મહાનગર બનવાની સાથે જ શહેરની સિકલ સુરતમાં બદલાવ લાવવા તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે અને સમય જતા શહેરીજનોને નવી નવી સુવિધાઓનો લાભ મળતો થશે.આટલા સર્કલ ડેવલોપ કરાશે1. ઉમિયા સર્કલ2. શિવાજી સર્કલ3. જુની શાકમાર્કેટ સર્કલ4. સરદાર પટેલ સર્કલ5. ભગતસિંહજી સર્કલ6. સુપર ટોકીઝ સર્કલ7. ભોજાબાપા સર્કલ8. વિસીફાટક સર્કલ9. નહેરુ ગેટ સર્કલ10. સ્વામી વિવેકાનંદ સર્ક11. ત્રિકોણબાગ સર્કલ12. અરુણોદય સર્કલ13. મહારાણા પ્રતાપ સર્કલ14. સરદાર પટેલ સર્કલ