મોરબી : મોરબી તાલુકાના લાલપર અને ઊંચી માંડલ ગામે બે અલગ અલગ આપઘાતના બનાવમાં અગમ્ય કારણોસર બે યુવાનોએ આપઘાત કરી લેતા બન્ને ઘટનામાં મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.પ્રથમ બનાવમાં મોરબીના ઊંચી માંડલ ગામે એકોર્ડ સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા રિશી અંશલેન સીંગાડીયા ઉ.21 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજા બનાવમાં મોરબીના લાલપર ગામે રહેતા જયેશભાઇ આશારામભાઈ મોરબી ઉ.28 નામના વેપારી યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા બન્ને કિસ્સામાં પોલીસે તપાસ શરૂ કરી છે.