મોરબી : માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવશે. જેમાં બપોરે 4 થી 6 કલાક દરમ્યાન રસિકલાલ બોયઝ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ, વસંત પ્લોટ, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં મોરબી ખાતે સંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં હસમુખભાઈ હિરાણી પોતાની ટીમ સાથે પધારી લોક ડાયરો રજુ કરશે. ત્યારે માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટમાં સભ્ય તરીકે જોડાઈ અને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે પ્રદીપભાઈ એન. વોરા દુર્ગાબેન એન.કૈલા મો. નં 96380 74466, દિનેશભાઈ ડી. પારેખ દીપાબેન સી. કોટેચા મો. નં. 9898846434, નેહાબેન જે. જાની હર્ષિદાબેન એસ. જાની, મયૂરીબેન એસ. ટીલવા મો. નં. 70695 45945 પર સંપર્ક કરવો.