વાવડી રોડ ઉપરની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કાર્યવાહી : બાંધકામની મંજૂરી અંગે પણ તપાસમોરબી : મોરબીમાં વાવડી રોડ ઉપરની આજની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન રોડ ઉપર નડતરરૂપ રીતે રેતીનો ઢગલો કરનારને મહાપાલિકાએ રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ દરમિયાન આજે વાવડી રોડ ઉપર દબાણ હટાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વાવડી રોડ ઉપર મીરા પાર્કથી આગળ એક બાંધકામ ચાલી રહ્યું હોય, જ્યાં રોડ ઉપર રેતીનો ઢગલો કરવામાં આવ્યો હતો. જે બદલ મહાપાલિકા દ્વારા રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં બાંધકામની મંજૂરી લેવાઈ છે કે કેમ ? તે દિશામાં તપાસ પણ આદરી છે. તેવું જાણવા મળી રહ્યું છે.