જન્મ-મરણના દાખલા, સ્ટાફ, સ્વચ્છતા સહિતની કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપીમોરબી : મોરબી મહાપાલિકાના પશ્ચિમ ઝોનમાં આવતી ગ્રામ પંચાયતોની મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લીધી હતી. આ વેળાએ તેઓએ વિવિધ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી મહાપાલિકા બન્યા બાદ કામગીરીમાં સરળતા માટે પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં તેને વિભાજીત કરવામાં આવી છે. ભડિયાદ (જવાહર), ત્રાજપર (માળિયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર), અમરેલી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શકત શનાળા, રવાપર, લીલાપર, નાની વાવડી, માધાપર/વજેપર ઓ.જી.ગ્રામ પંચાયતનો પશ્ચિમ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ પશ્ચિમ ઝોનમાં આવતી ગ્રામ પંચાયતોની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ જન્મ-મરણના દાખલા, સ્ટાફ , સ્વચ્છતા સહિતની કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.