નડતરરૂપ ઓટલા, છાપરા અને બોર્ડ હટાવવાની કામગીરી મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વાવડી રોડનો વારો લેવામાં આવ્યો છે. અહીં હાલ જેસીબીની મદદથી દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તેમ અગાઉ શનાળા રોડ અને સ્ટેશન રોડ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે બુધવારે વાવડી રોડ ઉપર આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં કપિલા હનુમાનથી બાયપાસ સુધી દબાણો હટાવવામાં આવનાર છે. વહેલી સવારથી જ મહાપાલિકાની ટિમો જેસીબી લઈ વાવડી રોડ ઉપર પહોંચી ગઈ હતી. હાલ નડતરરૂપ ઓટલા, છાપરા અને બોર્ડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આ રોડ ઉપર અમુક વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી પણ રહ્યા છે.