હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી રહે. ક્રાંતીનગર મોરબીવાળા સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી. જે અન્વયે પાસા વોરંટ ઇસ્યુ કરાતા આ શખ્સની અટકાયત કરી પાસા તળે જુનાગઢ જેલ ખાતે મોકલી દેવાયેલ છે.