દરરોજ ત્રણથી ચાર વાહનો ફસાઈ જતા હોવાની રાવ, અનેક વેપારીઓના ધંધાને પણ અસરમોરબી : મોરબીના લાતી પ્લોટ-3માં ભૂગર્ભ ગટરના કામ માટે ખોદેલા રોડ યથાવત રખાતા ભારે હાલાકી પડી રહી છે. અહીં દરરોજ ત્રણથી ચાર વાહનો ફસાઈ જતા હોવાની રાવ ઉઠી છે જેના કારણે અનેક વેપારીઓના ધંધાને પણ અસર થઈ છે. આ અંગે સ્થાનિક વેપારી રિઝવાન ખાને જણાવ્યું હતું કે છેલ્લા દશેક દિવસથી અહીં આ સમસ્યા છે. ભૂગર્ભ ગટરની લાઈનનું કામ ચાલી રહ્યું છે. જેના માટે જેસીબી વડે ખાડા ખોદવામાં આવી રહ્યા છે. પણ બાદમાં આ ખાડાને ન બુરવાના કારણે અહીંથી વાહન ચાલી શકતા નથી. દરરોજ ત્રણેક જેટલા વાહનો અહીં ફસાઈ જતા હોવાના બનાવ પણ બની રહ્યા છે. મહાપાલિકાને અને કોન્ટ્રાકટરને રજુઆત કરી પણ તેનું કોઈ પરિણામ મળ્યું નથી. વહેલી તકે મહાપાલિકા આ અંગે કાર્યવાહી કરી પ્રશ્ન દૂર કરે તેવી માંગ છે.