વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ અને લુંટના ગુન્હામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતો ફરતો કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડે ત્યાં જઈ તેને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.