શ્રીમદ્દ દેવી ભાગવત કથામાં શ્રોતાઓ ઉમટ્યા : રાત્રિના ભવ્ય સંતવાણી હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે શ્રી શક્તિ માતાજી મંદિર જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.તેની સાથે સાથે શ્રીમદ્ ભાગવત કથાનો પણ શુભારંભ થયો છે.આજે પ્રથમ દિવસે જ ભાગવત કથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા છે. સાથે જ આજે રાત્રિના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાનાર હોય જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો હાજર રહેશે. રમણપુર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે 21 જાન્યુઆરીના રોજ સવારે ગણેશ પૂજન કર્યા બાદ પંચાંગ કર્મ,જળયાત્રા,મંડપ પ્રવેશ, કુટીર હોમ,સ્થાપિત દેવી પૂજન, ગ્રહશાંતિ અને થાળ-આરતી યોજાશે. તેની સાથે સાથે સવારે 8:30 થી શ્રીમદ્ દેવી ભાગવત કથાનો પણ પ્રારંભ થયો છે જેમાં વક્તા શ્રી વેદાંતઆચાર્ય ડૉ.દિલીપજી વ્યાસ દ્વારા શ્રોતાઓને શું મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથાનો સમય સવારે 8:30 થી બપોરના 12:00 વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 2: 30 થી 5 :30 સુધીનો છે. આજે 21 જાન્યુઆરીને મંગળવારના રોજ રાત્રિના ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના નામાંકિત ભજનીક ગોપાલ સાધુ,સાહિત્યકાર અનુપમસિંહ વાઘેલા અને ભજનીક આશિષ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં સૌ ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ રણમલપુર ગામ સમસ્ત દ્વારા આપવામાં આવ્યું છે.