મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 21 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 755 ક્વિન્ટલ એટલે કે 3775 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ₹1500 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 94 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 680, તલના 2100, જીણી મગફળીના પ્રતિમણ 1070, જીરુંના 4244 સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 900 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 460 રૂપિયા ભાવ બોલાયા છે.