મોરબી : પ્રયાગરાજ મહાકુંભમાં જે યાત્રાળુઓ હવાઈ મુસાફરી કરી જવા ઈચ્છે છે તેઓને યાત્રાળુ દીઠ ₹35000 જેવું ભાડું ચૂકવવું પડે છે. જે મોટી રકમ હોય ત્યારે આ ભાડામાં ઘટાડો કરવા કેસરિયા હિન્દુ વાહિની દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. પ્રશાસનને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025માં મહાકુંભનો એનડીએ સરકાર નરેન્દ્ર મોદીજી યોગીજીના નેતૃત્વમાં શુભારંભ થયો છે. તેમાં પ્રેસ મીડિયાના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ જવા માટે વિવિધ હવાઇ મુસાફરી કંપની દ્વારા જે તે રાજ્યના જિલ્લાથી પ્રયાગરાજ ઉત્તરપ્રદેશ સુધી 1 યાત્રાળુ દીઠ અંદાજિત 35 હજાર રૂપિયા જેવી રકમ એર ઇન્ડિયા કંપની તથા અન્ય કંપનીઓ દ્વારા વસૂલ કરવામાં આવે છે. જે ભાડું વાજબી નથી. આ કર વસુલાત મોંઘુ છે. ત્યારે આ ભાડામાં શાસન, પ્રશાસન તથા કેન્દ્ર શાસનના પદાધિકારીઓ તથા અધિકારીઓ તત્કાલ આની નોંધ લઈ આ હવાઈ ટિકિટ કર વસુલાતમાં ઘટાડો કરવામાં આવે. જેથી કરીને ભારતભરના વિવિધ રાજ્યથી યાત્રાળુઓ ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ સિંહસ્થ મહાકુંભનો લ્હાવો લઈ શકે. કારણકે આ વિશ્વનું સૌથી મોટું વૈશ્વિક મહાઆયોજન પ્રયાગરાજ સનાતન સિંહસ્થ મહાકુંભ છે.