મોરબી : મોરબીમાં પત્રકાર બીપીનભાઈ વ્યાસના સૌજન્યથી તા. 26-1-2025ને રવિવારના રોજ સવારે 11 થી 1:30 કલાક દરમ્યાન પાયલ આરોગ્ય નિકેતન (કોલકતા) સુમતીનાથ નગર, વાવડી રોડ, મોરબી ખાતે એક દિવાસીય ફ્રી નિદાન સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ગુજરાત હોસ્પિટલના ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં જરૂરિયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રીમાં આપવામાં આવશે. તેમજ જયસુખભાઈ પટેલ દ્વારા હાથ, પગ, કમરના સાંધાના દુ:ખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ડો. હસ્તી આર. મહેતા દ્વારા મહેતા ઔષધી ભંડાળ ઉપર, ગાંધી બજાર, કુબેરનાથ સામેની શેરી, લુહાર ચાલ, હુસેનપીરની દરગાહ પાસે, ગ્રીન ચોક, મોરબી ખાતે માત્ર 100 રૂ.ના નજીવા દરે ફિઝિયોથેરાપી (કસરત) કરાવવામાં આવે છે.