મોરબી : મોરબીના માળિયા-વનાળિયા વિસ્તારના ઘર વિહોણા લોકોને આવાસ યોજનાનો લાભ આપવા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયુ છે કે માળિયા વનાળિયા ના વિવિધ વિસ્તારના 42 વર્ષ થી રહેતા ગરીબ મજુર પરિવારના રહીશોના મકાનોને આકારણી અને દસ્તાવેજીકરણ સાથે મોરબી મહાનગર પાલિકામાં લીગલ ચડાવા એન્ડ વિવિધ પ્રોપર્ટી વેરા સ્વીકારવા તથા ઘર વિહોણા પરિવારને પ્રધાનમંત્રી આવસ યોજનામાં સમાવેશમાં આવે. આ ઉપરાંત બાલ મંદિર માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ છે.