મોરબી : મોરબી શહેરની ત્રાજપર ચોકડીએ ફૂટપાથ ઉપર રહેતા અને સિકંદર તરીકે ઓળખાતા અંદાજે 55 વર્ષના અજાણ્યા પુરુષનું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.