મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડી સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂની 108 બોટલ ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાર સહિત 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં દરોડો પાડી આરોપી રાજદીપસિંહ દવેરાની જીજે - 01 - આરસી - 8732 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂની 108 બોટલ કિંમત રૂપિયા 75,186 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી રાજદીપસિંહ દવેરા હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી રૂપિયા 3,75,186નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.