મોરબી : તારીખ 18 જાન્યુઆરીના રોજ મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ખેલમહાકુંભની 30-35 કિગ્રા કેટેગરીમાં કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની નિર્મલ વિદ્યાલયના ધો. 8ના વિદ્યાર્થી હાર્દિક ભગવાનજીભાઈ હડિયલએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ સાથે તેઓએ કુલ છ મેડલ એક ગોલ્ડ, એક સિલ્વર, ચાર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ઝળહળતી સિદ્ધિ બદલ હડિયલ પરિવાર, નિર્મલ વિદ્યાલય, સતવારા સમાજ અને તેમના કરાટે કોચ વાલજીભાઈ ડાભી ગૌરવની લાગણી અનુભવે છે અને શુભકામના પાઠવે છે. હવે તેઓ આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.