મોરબી : મકરસંક્રાંતિએ મોરબી ઓટોમોબાઇલ્સ એસોસિએશને એકત્રિત થયેલું ફંડ ગૌશાળાને અર્પણ કર્યું છે. મકરસંક્રાંતિ પર્વએ મોરબીના તમામ નાના-મોટા વેપારીઓએ સાથે મળીને રૂપિયા 40,000 એકઠા કર્યા હતા. આ રકમ અલગ અલગ ચાર ગૌશાળાને ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી છે.