હળવદ : શ્રી હરિકૃષ્ણધામ (રણજિતગઢ) હળવદ તથા શ્રી ભગવાન મહાવીર સ્વામી વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે હળવદ મુકામે આગામી ફેબ્રુઆરીમાં નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિર યોજાશે. જયપુર ફૂટ અને કેલીપર્સ દિવ્યાંગોને શિબિરના દિવસે જ માપ પ્રમાણે બનાવી આપવામાં આવશે. પ. પૂ. તપોમૂર્તિ સદ્. શ્રી ભક્તિહરિદાસજી સ્વામીની પ્રેરણાથી આ શિબિર ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. જેની તારીખ લાભાર્થીના રજીસ્ટર મોબાઇલ પર જણાવવામાં આવશે. શિબિર શ્રી હરિકૃષ્ણધામ-રણજીતગઢ, હળવદ-માળીયા હાઇવે, તા.હળવદ, જી.મોરબી મુકામે યોજાશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી છે. નામ નોંધાવવા માટે સુરેશભાઈ પટેલ (સાંદિપની હોસ્ટેલ) 98256 27086 તથા માવજી ભગત 94282 80107 પર સંપર્ક કરવો.અત્રે નિયમ મુજબ નિષ્ણાંત દ્વારા તપાસ કરીને જ સાધન આપવામાં આવશે. ઉપકરણ મેળવવા ઇચ્છતા દિવ્યાંગે વિકલાંગતા દેખાતી હોય તેવો ફોટો, આધાર કાર્ડ તથા વિકલાંગતાના સર્ટિફિકેટની ઝેરોક્ષ કોપી સાથે લાવવી. શિબિર દરમ્યાન દિવ્યાંગની હાજરી આવશ્યક છે. આયોજકો પાસે જે ઉપકરણ હાજર હશે તે જ આપવામાં આવશે.