મોરબી : આજે રવિવારનો દિવસ અને સાથે લગ્ન ગાળાની સિઝન હોવાથી લીલાપર રોડથી એસપી રોડ ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. રાત્રીના 10 વાગ્યાના અરસામાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ હોય મોટી સંખ્યામાં લોકો લગ્નમાં આવતા હોય ઉપરાંત રજાનો દિવસ હોવાથી ટ્રાફિક જામ સર્જાયો છે.