દર ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર થતો સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ સંરેખિત થવાનો યોગગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ જાહેર કરાયોનાગા સાધુઓ કુંભ મેળાના આકર્ષણનું કેન્દ્ર : જાણો, કુંભમેળા અંગે પૌરાણિક કથામોરબી : ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો. પૂર્ણ કુંભ મેળો દર ૧૨ વર્ષે આયોજિત થાય છે. આ વર્ષ એટલે કે ૨૦૨૫નો મહાકુંભ મેળો આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો - સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ સંરેખિત થશે. આ સંયોગ દર ૧૪૪ વર્ષમાં એકવાર આવતો હોવાથી આ મહાકુંભ અતિ વિશિષ્ઠ માનવામાં આવે છે. ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ-૨૦૨૫માં સહભાગી થઈ ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યાં છે.ભારતના ઘણા તહેવારો ચંદ્ર તિથિ પર આધારિત છે, જ્યારે કેટલાક તહેવારો સૌર સંક્રાંતિ અનુસાર ગણાય છે. ઉત્તરાયણનો તહેવાર સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ થાય ત્યારે આવે છે. ભારતીય ગ્રહગણિતમાં સૂર્ય અને ચંદ્રની જેમ બૃહસ્પતિ (ગુરુ) પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં એક વર્ષ લાગે છે. તેથી, સૌર વર્ષ ૩૬૫ દિવસનું ગણાય છે. સૂર્ય એક રાશિમાં લગભગ એક મહિનો રહે છે. ગુરુને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં બાર વર્ષ લાગે છે, કેમ કે એ સૂર્યથી પૃથ્વી કરતાં ઘણો દૂર છે. આ ગણતરીએ બૃહસ્પતિ એક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. ______________________________સનાતન ધર્મની અનોખી અને તપસ્વી પરંપરાના ભાગ એવા નાગા સાધુઓસનાતન ધર્મની અનોખી અને તપસ્વી પરંપરાના ભાગ એવા નાગા સાધુઓ કુંભ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેઓ કુંભના આધ્યાત્મિક કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અને કેન્દ્ર છે. નાગા સાધુઓના રહસ્યમય જીવનને કારણે તેઓ ફક્ત કુંભમાં જ સામાજિક રીતે જોઈ શકાય છે. તે કુંભ મેળામાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે એક રહસ્ય છે કારણ કે કોઈએ તેને ક્યારેય જાહેરમાં આવતા કે જતા જોયા નથી. લાખોની સંખ્યામાં આ નાગા સાધુઓ કોઈપણ વાહન કે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા વિના અને લોકોને દેખાયા વિના કુંભમાં પહોંચે છે. એવું માનવામાં આવે છે કે તેઓ હિમાલયમાં રહે છે અને કુંભ મેળામાં જ તેઓ સામાન્ય લોકોમાં જોવા મળે છે.______________________________મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયનગુજરાતમાંથી લાખો ભાવિકો મહાકુંભ-૨૦૨૫માં સહભાગી થવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે. આ ઉપરાંત, ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને ગુજરાતીઓ મહાકુંભ-૨૦૨૫ને લગતી તમામ માહિતી ઉપરાંત પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી શકશે. ______________________________કુંભમેળા અંગે પૌરાણિક કથાદેવો અને દાનવોએ ક્ષીરસમુદ્રનું મંથન કર્યું ત્યારે ચૌદ રત્નો પૈકી છેલ્લો અમૃતકુંભ લઈને ધન્વંતરિ પ્રકટ થયા. દેવોએ તે જોઈ ઇન્દ્રના પુત્ર જયંતને ઇશારો કર્યો. જયંત અમૃતકુંભ લઈને નાઠો. આ જોઈ દાનવોના આચાર્ય શુક્રે દાનવોને સાવધ કર્યા. દાનવોએ જયંતનો પીછો કર્યો. બાર દિવસ અને બાર રાત દોડીને જયંતને પકડી પાડ્યો ને એની પાસેથી અમૃતકુંભ લઈ લીધો. અમૃત પહેલું કોણ પીએ એ અંગે દેવ-દાનવો આપસઆપસમાં ઝઘડવા લાગ્યા. એવામાં ભગવાન વિષ્ણુ મોહિનીસ્વરૂપ લઈ ત્યાં પ્રગટ થયા ને તેમણે દાનવો પાસેથી કુંભ લઈને અમૃત દેવોમાં વહેંચી દીધું. અમૃતકુંભ માટેની દેવ-દાનવોની ખેંચતાણમાં એ કુંભ જે-જે સ્થળે પડી ગયો તે-તે સ્થળ પવિત્ર થઈ ગયા. ત્યારે ચંદ્ર કુંભમાંથી અમૃત ટપકી ન જાય તેનું ધ્યાન રાખતા, સૂર્ય એ કુંભ તૂટે નહિ તેની કાળજી રાખતા ને બૃહસ્પતિ જયંતના હાથમાં રહેલા કુંભનું રક્ષણ કરતા. આથી, જે તે તીર્થધામમાં સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિનો નિયત યોગ આવતાં કુંભસ્નાન કરાય છે ને એક મહિનો કુંભમેળો ભરાય છે. ભારતમાં આવાં તીર્થસ્થાન ચાર છે : હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈન.______________________________